ગાંડી ગીર
થોડા વર્ષો પહેલા હું મારી
શાળાના બાળકોને લઇને ‘હિંગોળગઢ’ નેચર અજ્યુકેશન કેમ્પમાં ગયેલો, ત્રણ દિવસના
શિડ્યુલમાં એક દિવસ અમારી શાળાની સાથે જુનાગઢ જિલ્લાની કોઇ શાળા હતી. રાત્રે કેમ્પ
ફાયરમાં એ બાળકો પાસે એક લોકગીત સાંભળ્યું હતું.....
ગીર કેડી વાંકી,
મારે માલ જાવું હાંકી,
સિપાયું દે છે
ડારા, તમે નિકળો ગીર બારાં...
એ લોકગીતનો લય,તાલ,ભાવ અને
સાથે એના શબ્દોની પાછળ છુપાયેલો ભય,વતન છુટી જવાની વેદના,ભલે દરેક ઋતુમાં પારવાર
તકલીફો હોય પણ બહારથી આવેલાં કોઇના ડરના લીધે ‘ગીર’ છોડવું પડશે એનો જુરાપો અને
રડ્યા ખડ્યા માનવીની વ્યથાકથા દરેક શબ્દમાંથી ટપકતી હતી, ઉપરાંત જે રીતે એ બધાંએ સાથે મળીને ગીત ગાયેલું કે મને ખૂબ
–ખૂબ ગમી ગયેલું અને અહીં એક બીજ રોપાયેલું કે......... ગીર જવું છે.
સમય વિતતો ગયો પણ ગીર જઇ
શક્યો નહિ.એક મિત્રએ ધ્રુવ ભટ્ટની ‘અકુપાર’ વાંચવા આપી.સમય પસાર કરવા હાથમાં
લીધેલું પુસ્તક બીજા દિવસે સવારે એક બેઠકે પૂરું કર્યુ.કથાના દરેક પાત્ર સાથે લગાવ થઇ
ગયો.સાંસાઇ,આઇમા,અનામ ચિત્રકાર,ધાનુ,મુસ્તુફા અને એવા દરેક નાના-મોટા પાત્રો કે જે
ગીરને એના દરેક રુપ સાથે અનહદ ચાહે છે એમની સાથે ‘ગીરમય’ થઇ જવાયું.અગાઉ રોપાયેલું
બીજ કે........ગીર જવું છે, જે આ પુસ્તક વાંચ્યા પછી અંકુરીત થઇ ક્યારે વટવૃક્ષ
બની ગયું ખબર જ ના રહી!!
આ પછી ગીર જવા માટે ઘણીવાર
આયોજન થયું પણ દર વખતે અમુક કારણસર ના જઇ શકાયું.મારે માત્ર સફારીપાર્કમાં જઇને
સિંહ જોઇને પાછા નોહ્તું આવી જવું પણ મારે ગીરને જાણવી હતી. ગીરના પશુઓ,પંખીઓ,વૃક્ષો,વેલાઓ,ઘાસ,જંતુઓ,નદીઓ,ઝરણાંઓ,ડુંગરો,ટેકરીઓની
સાથે ખરાં અર્થમાં ગાંડી ગીરને પામવી અને માણવી હતી.હવે મારા માટે ગીર એટલે માત્ર
સિંહભૂમિ જ નહિં પણ એના સિવાય પણ ઘણુંબધું હતું - જેમાં મારે શ્વસવું હતું.અંતરની
ઇચ્છા છતાં જઇ શકાતું ના હતું,આખરે મેં આયોજન-પ્રયત્ન બન્ને છોડી દીધાં જ્યારે મને
કોઇએ કહ્યું, “ગીરમાં તમે ત્યારે જ જઇ શકો જ્યારે ગીર તમને બોલાવે !!”
એક દિવસ મિત્ર ધર્મેન્દ્રનો ફોન આવે છે કે, ‘ગીરમાં એક શિબિર છે - આવવું છે?’ મેં કોનું? કોણ? શા માટે? ક્યારે? કેવી રીતે? એવા એકપણ પ્રશ્ન વગર ‘હા’ કહી દીધી કેમકે મને એક જવાબ મળી ગયો હતો કે, હવે ગીર ‘બોલાવે’ છે! અને રજિસ્ટ્રેશન એવી થોડી વિધી બાદ “સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ – કેશોદ” તરફથી રિપ્લાય પણ આવી ગયો કે આપ આવી શકો છો.
ધર્મેન્દ્ર,મયુરસિંહ અને પ્રકાશભાઇ સાથે ભગવતીકુમાર શર્માની પંક્તિ “કરતો જઇશ વૃક્ષની સાથે હું ઓળખાણ, જંગલની આરપાર અમસ્તા નથી જવું.” ને ઝીલતા કેમ્પ સાઇટ પર પહોંચ્યા.
બથેશ્વર કેમ્પસાઇટનું પ્રથમ
રમણિય દર્શન આંખોને તૃપ્ત કરી ગયું. ધાતરડી નદીને કાંઠે આવેલા ઢોળાવ પર એક નાનકડા
મેદાનમાં ઉંચા ઓટલા પર લાગેલા થોડા તંબુ, આજુબાજુ વૃક્ષોની હરમાળા અને નદીનો
સુમધુર નાદ આ સ્થળને દર્શનિય અન શ્રવણિય બનાવે છે.વૃક્ષોના પર્ણો વચ્ચે સંતાકૂકડી
રમતો શિયાળાનો તડકો અને પક્ષીઓનો કલરવ અને અહિંનું શાંત છતા બોલકુ વાતવરણ અહીં
આવનાર કોઇપણને પોતાના તરફ ખેંચી લેવા માટે સક્ષમ છે.
શિબિરના પ્રથમ દિવસનો પહેલો
ટ્રેક શિંગોડા નદી સુધીનો હતો.કેમ્પ સાઇટથી થોડે દૂરથી વહી જતી આ નદીનો કાળા
પથ્થરોનો પટ નવાઈ પમાડી ગયો કેમકે પહેલીવાર કોઇ નદીનો રેતાળ નહી આવો અલગ પ્રકારના
પથ્થરોનો પટ જોયો. નદીમાં હજી પાણી વહી રહ્યું હતું સાથે એક વિચાર પણ આવી ગયો કે,
‘ચોમાસામાં આ નદી કેવી લાગતી હશે?’ આયોજકોની થોડી સુચના અને શિબિરાર્થીઓના પરિચય
બાદ સુર્યસ્ત સુધી નદીના ખોળામાં બેસી સાંજને માણી.દુર અસ્તાચળે જતો સૂરજ,
પશ્ચિમાકાશમાં છવાયેલી લાલીમા,માળામાં પાછા ફરી રહેલાં પંખીઓનો કલશોર, દુરથી
ક્યાંકથી આવતી મોરની ગહેક,નદીના નાદ વચ્ચે ગીરમાં આ પહેલી સાંજ શાંત અને સુંદર
હતી.
રાત્રી ભોજન બાદ જગત મંદીર તળે તાપણી પાસે સૌ એકઠા થયા. “જંગલ ક્યારેય સુતુ નથી” આ વાત ગીરમાં અનુભવી.રાત પંખીઓના અવાજો, હરણાંઓના ભય સુચક અવાજો,તમરાંઓનો સતત આવાજ સાથે અચાનક આમ ફફડીને પાછુ જંપી જતું જંગલ અને એના ઉપર કુદરતે છુટા હાથે વેરી દિધેલો પોતાનો રત્નભંડાર - અદભુત આકાશ,તારાઓ,નક્ષત્રો,નિહારિકાઓનો અમાપ વૈભવ ચંદ્રના આછા ઉજાસમાં ‘આકાશ દર્શન’ દરમ્યાન અનુભવ્યો.રેવતુભા રાયજાદા અને ગોવિંદભાઇ વેકરિયા પાસે તેઓના ગીરના અનુભવો સાંભળ્યા.કોઇએ ગાયું,કોઇએ કાંઇક સંભળાવ્યું,કોઇએ સાંભળ્યું,કોઇએ હસાવ્યા તો કોઇએ ગંભીર પણ કરી દીધા.મોડી રાત્રે તાપણીના ભઠ્ઠા પર બનેલી ‘ચા’ નો સ્વાદ.....અહા!!!!!!!
આવી જ રીતે બાકીના બે
દિવસના ટ્રેક દરિમ્યાન ગૃપની સાથે રહેલા નરેન્દ્રસિંહ રાયજાદા અને મયુરધ્વજસિંહ
ઝાલાએ વિશ્વના તમામ ભૂ-ભાગોથી આગવું ભૂપૃષ્ટ ધરાવતી ગીરનો પરિચય કરાવ્યો.
ટ્રેકમાં એ પણ અનુભવ્યું કે, ગીરનું જંગલ દર થોડા અંતરે પોતાનું સ્વરુપ બદલે છે – ક્યાંક બારમાસી લીલાછમ વૃક્ષો તો ક્યાંક પાનખર વૃક્ષો,ક્યાંક નાના છોડ તો ક્યાંક દૂર સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હોય એવી વેલીઓ,ક્યાંક ધાતરડીનો રેતાળા તો ક્યાંક શિંગોડાનો પથરાળ પટ,ક્યાંક બાવળની ઝાડીઓ તો ક્યાંક ઘાસિયો વગડો,ક્યાંક ઉંચી-નીંચી ડુંગરધાર તો ક્યાંક ટેકારીઓ છે.ગીરના આ વનવૈભવને મનભરીને માણ્યો.
ટ્રેકમાં એ પણ અનુભવ્યું કે, ગીરનું જંગલ દર થોડા અંતરે પોતાનું સ્વરુપ બદલે છે – ક્યાંક બારમાસી લીલાછમ વૃક્ષો તો ક્યાંક પાનખર વૃક્ષો,ક્યાંક નાના છોડ તો ક્યાંક દૂર સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હોય એવી વેલીઓ,ક્યાંક ધાતરડીનો રેતાળા તો ક્યાંક શિંગોડાનો પથરાળ પટ,ક્યાંક બાવળની ઝાડીઓ તો ક્યાંક ઘાસિયો વગડો,ક્યાંક ઉંચી-નીંચી ડુંગરધાર તો ક્યાંક ટેકારીઓ છે.ગીરના આ વનવૈભવને મનભરીને માણ્યો.
![]() |
(બીજા વૃક્ષોની વચ્ચે સરળતા
પોતાના સફેદ રંગને લીધે કળાઇ(ઓળખાય) જતો હોવાથી આનું 'કળાયો' પડ્યું)
![]() |
| શિમળો |
![]() |
| ટીમરું |
![]() |
| ફાગવેલ/ અજગર વેલ |
એક અભ્યાસ મુજબ ૬૫૦થી પણ વધુ પ્રકારની ઔષધિય વનસ્પતિઓ ગીરમાં થાય છે જે કઠિન રોગોની સારવારમાં ખુબ ઉપયોગી છે.આમ પોતાના ઔષધો થકી એક માતાની જેમ સમગ્ર માનવજાતને ઉપકારક થાય છે અને કદાચ એ કારણે જ દુનિયાનું એકમાત્ર એવું જંગલ છે જેને નારીવાચક નામે સંબોધવામાં આવે છે.... ગીર.......ગાંડી ગીર!!!
![]() |
| શંખપુષ્પી |
ગીર એશિયાઇ સિંહો માટે તો
વિશ્વવિખ્યાત છે જ પણ એ સિવાય પણ અહિં અદભુત જૈવ વૈવિધ્ય છે. ૫૬થી વધું પ્રકારના
સરિસૃપ અને ઉભયજીવી છે.ગીરમાં મગર પણ મોટી સંખ્યામાં છે. એવું કહેવાય છે કે, ‘જે
પાણીમાં મગર હોય એ પાણી ખૂબ ચોખ્ખુ હોય અને એમાં માછલીઓ પણ વધું હોય.’
આપણે જંગલને બે આંખે જોતા
હોઇએ છીએ પણ જંગલ આપણને કેટલી આંખોથી જોતું હોય એનો આપણને અંદાજ પણ નથી હોતો.એક
જગ્યાએ કોઇની નજર આ મહાશય પર પડી ત્યારે એની નજર અમારા પર જ હતી. એની અમારી હાજરીથી જાણે કોઇ જ ફરકના પડ્તો
હોય એમ બેસી રહ્યો.
જો કદાચ ગીરમાં સિંહ ના હોત
તોપણ ‘પક્ષી અભ્યારણ્ય’ તો ચોક્કસ હોત કેમેકે અહિં ૩૦૦ ઉપરાંત પ્રજાતિના સ્થાનિક
અને યાયાવર પંખીઓ છે, જે ગીરને જીવંત અને સુંદર બનાવે છે.નવરંગ (પીત્ત્તા) જેવું
નાનકડા યાયાવર પંખીથી લઇને મોર જેવા સ્થાનિક તો ઘણાં છે, જેના અવાજોથી ગીર ભર્યુભર્યુ
રહે છે.
આ બધા સાથે ગીરમાં આવેલા
‘નેસ’ પણ એટલા જ પ્રખ્યાત છે – એની સાદગી,પ્રકૃતિ સાથેના સહજીવન અને મહેમાનગતિ
માટે.નેસની મુલાકાત દરમિયાન મુખ્ય દરવાજા વગરના આ ઘરને જોઇને મેં સહસા પુછી લીધું,
‘અહીંયા રહેવામાં બીક નથી લાગતી?’ એમણે ખૂબ સરળતાથી મારી રકાબીમાં ચા ભરતા
કહ્યું,”આ ગર્ય અમારું ઘર સે, ને ઘરમાં બીક શેની?”
અહીંની વાઇલ્ડ લાઇફને
ટુરિસ્ટ ડેસ્ટિનેશન ના સમજતા અહીં આવતા દરેક પ્રવાસીઓ સ્થાનિકોની જેમ ગીરને પોતાનું ઘર
સમજી પ્રકૃતિ પરનું અતિક્રમણ રોકી, કુદરતે જે કાંઇ નિર્માણ કર્યુ એ માનવજાતના ફાયદા
માટે જ કર્યુ એમ સમજી તેની સાથે આત્મિયતા અહિં રહેશે તો આ સમષ્ટી વધું સુંદર બનશે.
![]() |
| ધાતરડી નદી |
કેમ્પ દરમિયાન બધાની ત્રણેય દિવસની જમવાની વ્યવસ્થા જેમણે કરી હતી
એવા હસમુખભાઇ ભાવસાર.સવાર-સાંજ ચા/કોફી-નાસ્તો,બન્ને સમયનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક
જમવાનું ખૂબ સરસ હતું.બધા જ કેમ્પર્સને ટ્રેક સુકોમેવો પણ એમના તરફથી આપવામાં
આવ્યો.ત્રીજા દિવસે સમાપન સમયે આયોજકો તરફથી બધા કેમ્પર્સને સ્પંદનપત્ર,ચકલીના માળા
અને એક મશક આપી કેમ્પ પૂર્ણ કર્યો અને એની સાથે ભીતર કંઇક નવું શરું થયું જે અવર્ણનિય છે.આ
માટે “સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ – કેશોદ” sfyc.keshod@gmail.com ની પૂરી ટીમને દિલથી અભિનંદન.
![]() |
| WE |
ઘર તરફ આવવા નીકળી તો ગયા
પણ ધાતરડીના પાણીનો ખળખળાટ,બથેશ્વરનું શાંત વાતાવરણ ક્યાંય સુધી સાથે રહ્યું અને સમગ્ર
‘ગીર’ જાણે ધીમા અવાજે કાનમાં કહી રહી હોય............ હું ફરી બોલાવીશ.....આવીશને?







































ખુબ જ સુંદર...... જોયા અને જાણે લાગે કે ગીરની વચ્ચે જ છીએ આજે ફરી એકવારBathesvar કેમ્પ ની યાદ આવી ગઈ.
ReplyDelete" જોઈ થોડી પંક્તિઓ યાદ આવી ગઈ"
* મારે જાવું છે હજી ગીરમાં....
જ્યાં કુવાડીયા નો કાળ છે......
ત્યાં સાવજ નો અવાજ છે....
મારે જાવું છે હજી.........
ખૂબ સરસ પંક્તિ છે
Deleteખૂબ સરસ છે..Great work
ReplyDeleteThanks
DeleteWah khub saras gir na jangle ma nes ma ek mitra na ghere bajrano rotlo ane chhas ane marcha sathe nu bhojan ajey yad ave chhe jungle ma farvano anand anero hoy chhe.
ReplyDeleteThanks
Deleteશબ્દો નિ સફર થી તો ઘણા ઍ ઘણુ વર્ણન કર્યુ છે પણ લાગણીઓ ના વન મા તો લઈ જાય ઍ સાચો મુસાફર......ગીર ની મોજ નથી કરાવી પણ ગીર મા જીવતા હોઇ ઍ અનુભવ કરાવ્યો છે..
ReplyDeleteઆભાર સાહેબ....
પણ એક અરજ કરવી છે બિજી વાર ગીર બોલાવે તો અમને પણ કહેજો કદાચ અમે પણ કોઇના "હાલ ભરુ મોજ કરીશુ" ની રાહ મા હોઇએ
ડો સમીર પનારા
ભાવનગર
Sure
Deleteભાઈ તમારી અદભૂત કળા બિરદાવવા માટે મારી પાસે શબ્દો નહિ મળે વ્હાલાં,થોડા
ReplyDeleteશબ્દોય ઉછીના આપો તો કેવું સારું...!
Thanks
Delete👌👌
ReplyDeleteThanks
Deleteઆહા....ફરી જીવતું કરી દીધું ગીર ભીતરમાં... આભાર અને અભિનંદન ભાઈ..
ReplyDeleteThanks
Deleteવાહ દોસ્ત વાહ
ReplyDeleteશું લખવું લખવા માટે શબ્દો નથી મળતા.
બસ જાણે ફરી ફરી વાંચ્યા કરું અને ગીરને માણ્યા કરું.
ઘણા સમયથી ગીરમાં જવાની ઈચ્છા છે. પણ કદાચ હજી ગીરે મને નથી બોલાવ્યો.
આપનું પ્રકૃત્તિ વર્ણન ખુબજ સુંદર છે. વાંચતી વખતે જાણે પોતેજ ત્યાં મહલતા હોય તેવો અનુભવ થઈ આવે છે. વાંચતા વાંચતા મિત્રો સાથેના પ્રવાસમાં તુલસી શ્યામની મુલાકાત લીધેલી અને ત્યાંના રાત્રી રોકાણની યાદ તાજી થઇ આવી.
અને હા સમગ્ર વાચન પૂર્ણ કર્યું ત્યાંસુધી અને હજુ લખું છું ત્યારે પણ મે જોયેલું અકૂપાર નાટક મારી નજર સામે તરવરે છે.
ખૂબ સરસ જીગ્નેશભાઈ
Vah good sir.
DeleteThanks
DeleteThanks
ReplyDeleteવાહ ગીર! ખમ્મા ગીરને.
ReplyDeleteવર્ષોથી ઈચ્છા છે ગીર પીવાની,શ્વસવાની.
તમારી જેમ ક્યારેક ગીર બોલાવે તે'દિ વાત.
હારે હુંય આવ્યો હોય એવું લાગ્યું...
ReplyDeleteWah!!!!!! Jigneshbhai......Tame to superb lakhi sako 60 yaar,,,,,,
ReplyDeleteLage raho......
Nice 👍👍👌👌💐💐❤
ReplyDeleteવાહ ભાઈ મજા આવી વંચાવી ને તમે શિબિર ની ઇર્ષા કરાવી હો... અમે રહી ગયા..
ReplyDeleteWah jignesh saras 👌👌
ReplyDeleteAne
Wow photography
વાહ... ખૂબ સરસ વર્ણન. જાતે ફરી આવ્યા હોય એવી અનુભૂતિ થાય, પણ સાથે સાથે હવે ત્યાં જવાની અને એને માણવા ની પણ એટલી જ તીવ્રતાથી ઈચ્છા થઈ ગઈ. ગીર એટલે અભયારણ્ય જોઈને લોકો પાછા આવતા હોય, પણ આવી અવનવી જગ્યાઓ એ બહુ ઓછા લોકો જતા હશે.
ReplyDeleteમજા આવી વાંચીને. ઘરે બેઠા ગીર વિહાર થઈ ગયો....
Good art of describing in gujarati
ReplyDeleteProud feeling being a friend
ખૂબ સુંદર રીતે અનુભવને શબ્દ દેહ આપ્યો છે..ધન્યવાદ..ગોવિંદ વેકરીયા
ReplyDeleteThe whole 'Gir Jungle' is walking wid your narration. All pictures giving more aliveness to your words. Would like to read again and again.U have nature being.....
ReplyDeleteThanks for share this...
મજો પડ્યો..!
ReplyDelete