Posts

ગાંડી ગીર

Image
             થોડા વર્ષો પહેલા હું મારી શાળાના બાળકોને લઇને ‘હિંગોળગઢ’ નેચર અજ્યુકેશન કેમ્પમાં ગયેલો, ત્રણ દિવસના શિડ્યુલમાં એક દિવસ અમારી શાળાની સાથે જુનાગઢ જિલ્લાની કોઇ શાળા હતી. રાત્રે કેમ્પ ફાયરમાં એ બાળકો પાસે એક લોકગીત સાંભળ્યું હતું.....                               ગીર કેડી વાંકી, મારે માલ જાવું હાંકી,                               સિપાયું દે છે ડારા, તમે નિકળો ગીર બારાં... એ લોકગીતનો લય,તાલ,ભાવ અને સાથે એના શબ્દોની પાછળ છુપાયેલો ભય,વતન છુટી જવાની વેદના,ભલે દરેક ઋતુમાં પારવાર તકલીફો હોય પણ બહારથી આવેલાં કોઇના ડરના લીધે ‘ગીર’ છોડવું પડશે એનો જુરાપો અને રડ્યા ખડ્યા માનવીની વ્યથાકથા દરેક શબ્દમાંથી ટપકતી હતી, ઉપરાંત જે   રીતે એ બધાંએ સાથે મળીન...

Polo Forest

Image
માણસ પોતાની રોજબરોજની વ્યસ્ત જીવનશૈલીથી જ્યારે કંટાળી જાય ત્યારે એકાદ નાનો વિરામ જરુરી બની જાય છે. કોઈ કુદરતના સાનિધ્યમાં, તો કોઈ ઇતિહાસને જાણવા - સમજવા, તો કોઈ ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળે પહોંચી જાય છે પણ કોઈ એવું સ્થળ પણ હોય કે જયાં પ્રકૃતિ,ભવ્ય ભૂતકાળ અને ધર્મનો સુભગ સમન્વય હોય તો...... ગાગરમાં સાગર મળ્યાં બરાબર થાય. આ સ્થળ એટલે "પોળોના જંગલો" પોળો એ કુદરતના ખોળે વસેલું એક રમણીય પ્રવાસન સ્થળ છે.અમદાવાદથી ઉત્તર-પૂર્વમાં આશરે 160 km દૂર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. અરવલ્લી ગિરિમાળાની હરિયાળી ટેકરીઓ અને આહલાદક કુદરતી સૌંદર્યથી ભરપુર હરણાવ નદીના કાંઠે આવેલું ઐતિહાસિક અને ધાર્મિક વારસાથી સમૃદ્ધ એવું પોળોનું જંગલ. પ્રગાઢ વન અને વનવાસીઓની ધબકતી સંસ્કૃતિની સાથે અહીં નદી,પહાડ અને જંગલનો સુભગ સમન્વય થયો છે. હરણાવ નદી અને વણજ ડેમનો કુદરતી વૈભવ અદ્ભૂત છે.ઝાડના પર્ણોનો અને ઝરણાઓનો સંગીતમય અવાજ અદ્ભૂત પ્રાકૃતિક નિરવ શાંતિનો અનુભવ કરાવે છે. અનેકવિધ વૃક્ષસંપદા ધરાવતા અહીંના જંગલોમાં લગભગ 350 જેટલી અલભ્ય વન્ય વનસ્પતિઓ અને ઔષધ...