Posts

Showing posts from March, 2019
Image
ગુજરાતી ફિલ્મ 'ઓક્સીજન'નું ટ્રેઇલર જોયેલું અને એકાદ ગીત સાંભળેલું જે ગમેલું.ભણસાલીની સિરિયલ 'સરસ્વતીચંદ્ર'માં અંશુલ ત્રિવેદીનું કામ પણ સરસ હતું એટ્લે અભિનયના મામલે ધરપત હતી. ફિલ્મનો મધ્યવરતિ વિચાર ઉમદા છે. સંબંધોની વાત સાથે અદભૂત મોમેન્ટ્સ છે.ફિલ્મ જે કહેવા માગે છે તે વાત ચોટદાર રીતે કહે છે.જે અસરદાર પણ છે.ડાયલૉગ્સ સાંભળવા અને સમજવા ગમે એવા છે. કલાકારો કાફલો છે અને ઘણા સબપ્લોટ્સ છે.ઈન્ટરવલ સુધીમાં રીતસર વાર્તા પ્રવાહમાં મગ્ન થઈ જવાય છે. ઈન્ટરવલ બાદ ફિલ્મ મેલોડ્રામાનો થોડો શિકાર થઈ હોય એવું લાગે છે પણ અંત સુધીમાં પાછી પાટે ચડી જાય છે.મુખ્ય કલાકારો અભિનયના મામલે અમિતાભ છે તો સહાયક પાત્રો અવ્વલ છે. 'નાણાવટી રે સાજન બેઠુ માંડવે....' રીક્રિએટ કર્યું છે, ઘણા સમયે લગ્નગીત સાંભળ્યું, ફિલ્મમાં આ ગીત જોવું -સાંભળવું ગમે એવું બન્યું છે. સોમવાર હતો છતાં પણ અડધો હોલ ભરેલો હતું.'ચલ મન જીતવા જઇએ'ની જેમ માઉથ પબ્લિકસિટીથી ઉચકાંઇ શકે છે. કેમકે ટ્રેઇલર કરતા આ ફિલ્મ ઘણી સારી છે.ઢંગઘડા વગરની કહેવાતી અર્બન ફિલ્મને નેગેટિવ પબ્લિકસિટી આપી 'વિલાપ' કરવા કરતા ...