Posts

Showing posts from February, 2019
Image
એક  ગુજરાત ફિલ્મની રાહ ગયા વર્ષથી જ હતી-ધ્રુવદાદાની 'તત્વમસિ' પરથી બની રહેલી 'રેવા'ની. 'રેવા'નું ટીઝર આવ્યું-પોતાના બેગપેક સાથે પાણીમાં ડૂબકી લગાવતો નાયક અને રેવામય થઈને એના બહાર આવવાની સાથે પ્લે થાતું ટાઇટલ ટ્રેક-ત્યા રથી જ નક્કી હતું કે ફિલ્મ તો જોવી જ અને  હમણાં  'રેવા' જોઇ-રેવામય થઈ જવાયુ.બધા જ પાસા સુંદર-સારા છે પણ music અને cinematography વિશેષ ગમ્યા.બન્ને રેવા સોન્ગ સરસ જ છે પણ મને 'કાળો ભમ્મરીયાળૉ જામો...' વધુ ગમ્યું અને હમણાં રિપીટમોડ પર વાગ્યા કરશે. કૉલેજકાળમાં અમૃતલાલ વેગડની 'પરિક્રમા નર્મદા મૈયાની' અને ધ્રુવ ભટ્ટની 'તત્વમસિ' વાંચેલી-ખૂબ ગમેલી અને "નર્મદાને કાંઠે" જવાની ભરપૂર ઇચ્છા થઈ આવેલી.હોસ્ટેલથી નજીકમાં નર્મદા સુધી જવાના બે વિકલ્પ હતા ૧)સરદાર સરોવર અને ૨) હાંફેશ્વેર. ખરા અર્થમાં નર્મ-દા ને માણવી હતી અને સાથે કવાંટમાં ભરાતી 'આદિવાસી હાટ' પણ જોઇ લેવાશે એ વિચારી,કોઈપણ આયોજન વગર બીજા દિવસે વહેલી સવારે અમે પાંચ મિત્રો નિકળી પડ્યા હાંફેશ્વર કે જ્યાંથી રેવા ગુજરાતમાં પ્રવેશ કરે છે. છોટા ઉદેપુરથી ક...