એક ગુજરાત ફિલ્મની રાહ ગયા વર્ષથી જ હતી-ધ્રુવદાદાની 'તત્વમસિ' પરથી બની રહેલી 'રેવા'ની.

'રેવા'નું ટીઝર આવ્યું-પોતાના બેગપેક સાથે પાણીમાં ડૂબકી લગાવતો નાયક અને રેવામય થઈને એના બહાર આવવાની સાથે પ્લે થાતું ટાઇટલ ટ્રેક-ત્યારથી જ નક્કી હતું કે ફિલ્મ તો જોવી જ અને હમણાં 'રેવા' જોઇ-રેવામય થઈ જવાયુ.બધા જ પાસા સુંદર-સારા છે પણ music અને cinematography વિશેષ ગમ્યા.બન્ને રેવા સોન્ગ સરસ જ છે પણ મને 'કાળો ભમ્મરીયાળૉ જામો...' વધુ ગમ્યું અને હમણાં રિપીટમોડ પર વાગ્યા કરશે.

કૉલેજકાળમાં અમૃતલાલ વેગડની 'પરિક્રમા નર્મદા મૈયાની' અને ધ્રુવ ભટ્ટની 'તત્વમસિ' વાંચેલી-ખૂબ ગમેલી અને "નર્મદાને કાંઠે" જવાની ભરપૂર ઇચ્છા થઈ આવેલી.હોસ્ટેલથી નજીકમાં નર્મદા સુધી જવાના બે વિકલ્પ હતા ૧)સરદાર સરોવર અને ૨) હાંફેશ્વેર. ખરા અર્થમાં નર્મ-દા ને માણવી હતી અને સાથે કવાંટમાં ભરાતી 'આદિવાસી હાટ' પણ જોઇ લેવાશે એ વિચારી,કોઈપણ આયોજન વગર બીજા દિવસે વહેલી સવારે અમે પાંચ મિત્રો નિકળી પડ્યા હાંફેશ્વર કે જ્યાંથી રેવા ગુજરાતમાં પ્રવેશ કરે છે.
છોટા ઉદેપુરથી કવાંટ અને ત્યાંની 'હાટ'માંથી નાસ્તો લઇ બસ પકડી રવાના થયા 'કડીપાણી' તરફ.ત્યાંથી 8-10 km સુધીનું ટ્રેકિંગ કરી હાફેશ્વેર પહોંચવાનું હતુ કેમકૈ આગળ સડક માર્ગ નહતો.ચોમાસું હમણાં જ પુરું થયુ હતું એટ્લે પ્રકૃતિ પણ સોળેકળાએ ખિલિ હતી.ટેકરીઓ ચડતા ઉતરતા,ઝરણાંઓના કલકલ,પક્ષિઓના કલરવ,જંગલમાંથી વા'તો પવન, વૃક્ષઓનાં પર્ણોનો ર્મમર,દૂર સુધી ફેલાયેલા પહાડોમાંથી નિતરતુ સૌંદર્ય,ઝરણાંઓ કુદાવતા એમાં કૂદતા હાંફેશ્વર સુધી પહોંચતા 'હાંફ' ચડી ગયો.






ટેકરી પર ચડી જ્યારે પ્રથમવાર નર્મદા દેખાઈ-ચારે બાજુ પહાડોથી ઘેરાયેલી રેવા અને એની અફાટ જળરાશી જોઇ ત્યારે લાગ્યું કે,શા માટે નર્મદાનો એક અર્થ 'આનંદ આપનારી' એવો થાય છે.ત્યાંનું પૌરાણિક મંદિર તો ઘણાં વર્ષોથી પાણીમાં ડૂબી ગયેલું એનું માત્ર શિખર જ દેખાતું.ટેકરી પર નવું મંદિર બંધાયેલું ત્યાંના પૂજારીને મળ્યા.એમનો રેવા પરનો આદર જોઇ આનંદીત થઇ જવાયું.બે ચાર કલાક નર્મદાના ખોળામાં ગાળ્યા પછી પરત ફર્યો.રસ્તામાં છુટા છવાયા વનવાસીઓના ઘર બાદ કરતા કાંઇ જ નહિ. રસ્તામાં એક પરિવાર આગ્રહ કરી પોતાના ઝુંપડીમા લઈ ગ્યા. એમની સાથે થોડો સમય રોકાઈ આગળ નીકળ્યા પણ એ લોકો સરળતા અને આત્મિયતાથી હજી પણ પ્રકૃતિ સાથે જોડાયેલા રહી જીવે છે.
નર્મદાની આસપાસ વિતાવેલો એ આખો દિવસ હજીપણ અકબંધ છે.

Comments

  1. વાહ જોરદાર...
    નમામિ દેવી નર્મદે.

    ReplyDelete
  2. 👍👍👌👌💐💐

    ReplyDelete
  3. સાચે જ જીગ્નેશભાઈ ખૂબ આનંદ થાય છે ખુબ ખુશી થાય છે આવી મુશ્કેલી નાં સમયમાં શું કરવું અને શું નકરવું તે કશું સૂઝતું ન હોય ક્યાં જવું અને ક્યાં ન જવું એવો વિચારવાનો સમય જ ન હોય કારણ કે ઘરની ચાર દીવાલો સિવાય ક્યાંય જવાનું જ નથી આવી વિષમ પરિસ્થિતિમાં આપ દ્વારા ગીરના જંગલનો સાક્ષાત્કાર કરાવી રહ્યા હોય તેઓ અનુભવ થઈ રહ્યો છે
    વેકેશનના દિવસોમાં કશીક જગ્યાએ ફરવાનું મન થતું હોય છે તેવા સમયે આપે ગીરના જંગલ નો સાક્ષાત કાર કરાવ્યો તે બદલ આપનો ઋણી રહીશ.
    આભાર જય ગીર જય ગુજરાત જય ભારત જય વિશ્વ

    ReplyDelete
  4. Really the name 'Narm da ' is very meaningful as that river gives to happyness to all beings on this land.
    I remembered my journey with Reva at Aumkareshwar in Madhya Pradesh while I was reading your lovely sharing.
    Thanks

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ગાંડી ગીર

Polo Forest